પવિત્રમંડપની સમર્પણ વિધિ
7
જે દિવસે મૂસાએ પવિત્રમંડપ ઊભો કરવાનું કાર્ય સંપૂર્ણ કર્યુ, તે દિવસે તેણે મંડપનો તેમજ તેમાંની બધી સાધન-સામગ્રી વેદી તથા તેનાં બધાં સાધનોનો અભિષેક કરી તેમના બધાં પાત્રોનો અભિષેક કરીને પવિત્ર કર્યા.
ત્યારપછી ઇસ્રાએલનાં કુળસમૂહોના આગેવાનોમાંથી પસંદ કરેલા પુરુષો પોતાનાં અર્પણો લાવ્યા. તેઓ કુળોના મુખ્ય આગેવાનો હતાં અને તેઓએ વસ્તી ગણતરીના કામમાં મદદ કરી હતી. તેમણે યહોવાની સંમુખ બે બળદ જોડેલા છત્તરાવાળાં છ ગાડાં તેઓ લાવ્યા બે કુટુંબના વડાઓ દીઠ એક ગાડું અને પ્રત્યેક આગેવાન દીઠ એક બળદ. આ બધુ તેઓએ પવિત્ર મંડપમાં પ્રવેશદ્વાર પાસે યહોવાની સમક્ષ રજૂ કર્યુ.
પછી યહોવાએ મૂસાને કહ્યું, “તેઓની ભેટોનો સ્વીકાર કર, મુલાકાતમંડપની સેવામાં આ ગાડાનો ઉપયોગ કરજે. લેવીઓને તું એ તેમના કાર્યમાં ઉપયોગ કરે, તે માંટે તેમણે બજાવવાની સેવા અનુસાર સોંપી દેજે.”
તેથી મુસાએએ ગાડાં અને બળદો સ્વીકાર્યા અને લેવીઓને સોંપી દીધાં. તેણે ગેર્શોનના સમૂહને તેઓને જે સેવાઓ કરવાની હતી તે માંટે બે ગાડાં અને ચાર બળદો આપ્યા. મરારીના સમૂહે યાજક હારુનના પુત્ર ઈથામાંરની આગેવાની હેઠળ જે સેવાએ કરવાની હતી તેને માંટે તેણે તેમને ચાર ગાડાં અને આઠ બળદો આપ્યા. પરંતુ કહાથના વંશજોને કાંઈ જ આપ્યું નહિ, કારણ કે તેઓને જે પવિત્ર વસ્તુઓ સોંપવામાં આવી હતી તેની જવાબદારી તેઓ પોતાના માંથે જ રાખતા અને પોતાના ખભા ઉપર ઊચકી લેતા હતા.
10 જે દિવસે યજ્ઞવેદીને અભિષિક્ત અને સમર્પિત કરવામાં આવી તે દિવસે આગેવાનો પોતાના અર્પણો લાવ્યા અને વેદી આગળ રજૂ કર્યા. 11 યહોવાએ મૂસાને કહ્યું, “વેદીની પ્રતિષ્ઠા કરવા સારું અર્પણ વારાફરતી એક દિવસે એક જણેજ ધરાવવા.”
12-83 પ્રત્યેક વંશના આગેવાન એક સરખાં જ અર્પણ લઈને આવ્યાં.
પ્રથમ દિવસે યહૂદાના કુળસમૂહનો આગેવાન આમ્મીનાદાબનો પુત્ર નાહશોન અર્પણ લઈને આવ્યો.
બીજે દિવસે ઈસ્સાખાર વંશનો સૂઆરનો પુત્ર નથાનિયેલે અર્પણ લઈને આવ્યો.
ત્રીજે દિવસે ઝબુલોનના વંશનો વડો અને હેલોનનો પુત્ર અલીઆબ અર્પણ લાવ્યો.
ચોથે દિવસે રૂબેન વંશનો શદેઉરનો પુત્ર અલીસૂર અર્પણ લાવ્યો.
પાંચમે દિવસે શિમયોન વંશના વડા સૂરીશાદાયના પુત્ર શલુમીએલે અર્પણ લાવીને ઘરાવ્યું.
છઠ્ઠે દિવસે ગાદના વંશના વડા દેઉએલના પુત્ર એલ્યાસાફે અર્પણ લાવીને ઘરાવ્યું.
સાતમે દિવસે એફ્રાઈમના વંશના વડા આમ્મીહૂદના પુત્ર અલીશામાંએ અર્પણ લાવીને ધરાવ્યું.
આઠમાં દિવસે મનાશ્શા વંશના વડા પદાહસૂરના પુત્ર ગમાંલ્યેલ અર્પણ લાવીને ધરાવ્યું.
નવમાં દિવસે બિન્યામીન વંશના વડા ગિદિયોનીના પુત્ર અબીદાને અર્પણ લાવીને ધરાવ્યું.
દશમે દિવસે દાનના વંશના વડા આમ્મીશાદાયના પુત્ર અહીએઝેર અર્પણ ધરાવ્યું.
અગિયારમે દિવસે આશેરના વંશના વડા ઓક્રાનના પુત્ર પાગીએલે અર્પણ લાવીને ધરાવ્યું.
બારમે દિવસે નફતાલીના વંશના વડા એનાનના પુત્ર અહીરાએ અર્પણ લાવીને ધરાવ્યું.
પ્રત્યેકના ઉપહારમાં અધિકૃત માંપ પ્રમાંણે 130 શેકેલ વજનની ચાંદીની કથરોટ તથા 70 શેકેલ વજનનો એક ચાંદીનો પ્યાલો હતો. આ બંનેમાં ખાધાર્પણ તરીકે તેલથી મોયેલો લોટ ભરેલો હતો. તદુપરાંત દશ શેકેલ વજનની સોનાની ધૂપદાની ધૂપથી ભરેલી હતી, તથા દહનાર્પણ માંટે એક વર્ષનું વાછરડું, તથા પ્રાયશ્ચિતના બલિ માંટે એક ઘેટું તથા એક વર્ષનો એક હલવાન; શાંત્યર્પણ માંટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ લવારા અને એક વર્ષની ઉપરના પાંચ હલવાન હતાં. ઉપરના ક્રમાંનુસાર આગેવાનો ઉપર પ્રમાંણેનાં અર્પણો લાવ્યાં હતાં.
84 આ રીતે વેદીના અભિષેકના પ્રસંગે ઇસ્રાએલના વંશના આગેવાનો સમર્પણવિધિમાં પોતપોતાનાં અર્પણો લાવ્યાં; ચાંદીની 12 કથરોટ, ચાંદીના 12 પ્યાલા, તથા સોનાની 12 ધૂપદાનીઓ, 85 ચાંદીની પ્રત્યેક કથરોટનું વજન અધિકૃત માંપ અનુસારે 130 શેકેલ હતું, અને ચાંદીના પ્રત્યેક પ્યાલાનું વજન 70 શેકેલ હતું. ચાંદીની કથરોટો અને ચાંદીના પ્યાલાઓનું કુલ વજન 2,400 શેકેલ હતું. 86 તદુપરાંત ધૂપથી ભરેલાં 12 સોનાનાં પાત્રો હતાં, તે પ્રત્યેકનું વજન અધિકૃત માંપ પ્રમાંણે દશ શેકેલ હતું. એ પાત્રોના સોનાનું કુલ વજન મંદિરના માંપ પ્રમાંણે 120 શેકેલ હતું,
87 દહનાર્પણો માંટે કુલ 12 બળદો, 12 ઘેટાઓ એક વર્ષની ઉમરના 12 હલવાન હતા. પાપાર્થાપણ માંટે 12 નર બકરાં પણ હતાં. 88 તથા શાંત્યર્પણ માંટે કુલ 24 બળદો, 60 ઘેટા, 60 બકરાં, અને એક વર્ષની ઉમરના 60 હલવાન હતા, આ અર્પણો વેદીનો અભિષેક કરી તેના સમર્પણના પ્રસંગે અર્પણ થયા હતા. 89 જે સમયે મૂસા યહોવા સાથે વાત કરવા માંટે પવિત્રમંડપમાં પ્રવેશ્યો તે સમયે તેણે કરારકોશના ઢાંકણા ઉપરના બે કરૂબ દેવદૂતોની વચ્ચેનો અવાજ સાંભળ્યો. યહોવા આ રીતે તેની સાથે બોલતા હતા.